PAN Aadhar link status : તમારુ આધારકાર્ડ પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ ? ઘરેબેઠા ઓનલાઇન ચેક કરો
આમ તો આપણી પાસે ઘણા ડોક્યુમેન્ટ હોય છે પણ તેમાં પાનકાર્ડના આધાર કાર્ડ ખુબજ અગત્યના ડોક્યુમેન્ટ છે કારણ કે આપણે જોઈએ તો ઇન્કમટેક્ષ ફાઇલ કરવામાં અથવા બેંકમાં ખાતું ખોલાવવામાં અને ખણી બધી જગ્યા પર આ બંને ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે.
તેથી આવકવેરા વિભાગ દ્વારા પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આમ તો મોટાભાગના લોકોએ આધાર કાર્ડ અને પાનકાર્ડ બંને લીંક કરાવેલા જ હોય છે પરંતુ આપણે પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં એ આપણને કેવી રીતે ખબર પડે એટલા માટે આ પોસ્ટમાં આપણે આજે તમારું આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું એના વિશે તમને જણાવીશું. અત્યારના ઓનલાઈન જમાનામાં તમે તમારા મોબાઈલ દ્વારા ખૂબ જ સરળતાથી PAN Aadhar link status ઓનલાઈન ચેક કરી શકો છો.
PAN Aadhar Link Last date
ઘણા સમયથી આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટેની ઝુંબેશ ચલાવી રહ્યું છે અને અગાઉ તમે ફ્રીમાં આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરી શકતા હતા. પરંતુ તે પછી 30 જુન 2022 સુધી આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરવા માટે 500 રૂપિયા લેટ ફી કરવા માં આવી હતી પરંતુ ત્યારબાદ આ લેટ ફી વધારીને 1000 રૂપિયા કરી દેવામાં આવી છે જેની તારીખ 31 માર્ચ 2023 છે તો 31 માર્ચ 2023 સુધી જો તમે આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં હોય તો તમારું પાનકાર્ડ ઇનેક્ટિવ થઈ જશે બંધ થઈ જશે અને આના કારણે તમારા પાનકાર્ડ સાથે સંકળાયેલા ઘણા કામો અટકી પડશે એટલે 31 માર્ચ પહેલા ઓનલાઈન લિંક કરવું ફરજિયાત થઈ ગયું છે.
PAN Aadhar link status
તમારું આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લીંક છે કે નહીં તે તમે બે રીતે જાણી શકો છો.
1. ઓનલાઈન આવકવેરા વિભાગ ની ઓફિસિયલ વેબસાઈટ પરથી 2. તમે એસએમએસ દ્વારા આ બંને રીતે જાણી શકો છો. આ બંને રીતે સ્ટેટસ કેમ ચેક કરવું તે તમે નીચે આપેલી પદ્ધતિ દ્વારા જાણી શકશો
આવેકવેરા વિભાગ ની સાઈટ દ્વારા
ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ માં તમારું આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લીંક છે કે નહીં તે સાવ સરળ રીતે જાણી શકાય છે નીચે આપેલી પ્રોસેસ દ્વારા.
1. સૌપ્રથમ તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે
2. ત્યારબાદ આ વેબસાઈટ માં આપેલી લિસ્ટમાંથી Link Aadhar Status વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે

3. ત્યારબાદ ઓપન થયેલા પેજમાં તમારો પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે.

4. આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક હશે તો તમને સ્ક્રીન પર નીચે મુજબનો મેસેજ લેખલો દેખાશે.

5. અને જો તમારું આધાર પાન લિંક નહીં હોય તો લીંક નથી તેઓ મેસેજ દેખાશે.
PAN Aadhar link status SMS દ્વારા કઇ રીતે સ્ટેટસ ચેક કરવું તે હવે જણાવીશું
1. તમારો ફોનમાં એક મેસેજ ટાઈપ કરો કરો એમાં લખો UIDPAN
2. સ્પેસ છોડીને 12 આકડા નો આધારકાર્ડ નંબર લખો
3. સ્પેસ છોડીને તમારું પાનકાર્ડ નંબર લખો
4. ઉદાહરણ તરીકે તમે લખેલો મેસેજ આ રીતે દેખાશે UIDPAN 123456789123 EMHPS1234T
5. ત્યારબાદ આ મેસેજને 567678 અથવા 56161 પર મોકલો.
તમારું આધાર પાન લિંક નહીં હોય તો શું થશે ?
જો તમારું આધાર કાર્ડ 31 માર્ચ 2023 બાદ લિંક નહીં હોય તો તમારું પાનકાર્ડ ઇન એક્ટિવ બની જશે તમારા પાનકાર્ડ સાથે જોડાયેલા ઘણા કામો અટકી પડશે થતાં પાન કાર્ડ બંધ હોવાથી બેંક ખાતા સાથે જોડાયેલા ઘણા કામો તથા જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો એ પણ ફાઇલ નહીં કરી શકો.
यह भी पढ़े : Interesting Gk question : ऐसा कौन सा काम है जिसे इंसान मरने के बाद भी कर सकता है ?
અગત્યની લીંક
આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા PAN Aadhar link status | અહિં ક્લીક કરો |

FaQ’s તમારા દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્નો
(1) આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
Ans : 31 માર્ચ 2023
(2) આધારકાર્ડ પાનક કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે ?
Ans : https://www.incometax.gov.in/
(3) આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરવાની ફી કેટલી છે ?
Ans : 1000 રૂપિયા